હરડેની ગોળીઓ


હરડે

હરડેની ખાસિયતો લખવા જઈએ તો એક પુસ્તક ભરાય. પુરાતન યુગમાં દીર્ઘ આયુ માટે ઋષિમુનિઓ  તથા વૈધો હરડેનો છૂટથી પ્રયોગ કરતા. કાયાકલ્પમાં હરડે કેન્દ્ર સ્થાને છે. પહેલાંના વૈધો જે લોભ લાલચથી દૂર હતા તેઓ દર્દીને પહેલા હરડે નું ભરપૂર સેવન  કરાવી શરીર શુદ્ધ કરતા અને તે પછી ઉપચાર કરતા મારા પરિચયમાં હતા તેવા એક વિદ્વાન વૈદ હંમેશા કહેતા કે જે શરીર શુદ્ધ કાર્ય વગર ઉપચાર કરે તે વૈદ્ય હોયજ નહિ. હરડેને વિદ્વાન વૈધો લોકો માતા કહે છે. કેમકે કોઈ પણ મેલો ઘેલો બાળક માતાના ખોળામાં જાય તો તે વ્હાલથી તેનો સ્વીકાર કરી તેને શુદ્ધ કરે છે. હરડેમાં ૯૯ ગુણ છે. પણ એક અવગુણ છે. કે તે સ્વાદિષ્ટ નથી. તેનો તૂરો રસ કોઈ પણ માણસને ગમતો નથી. અમો એ તેનો આજ અવગુણ દૂર કરવા તેને ગોળીઓ સ્વરૂપે બહાર પડી છે. જેથી તેને લેવામાં અણગમો ના થાય. અમોએ તેની ગોળી પણ સોફ્ટ બનાવી છે. જેથી તે પેટમાં તુરંત ગળી જાય છે. હરડે જો ખોરાક સાથે લેશો તો પાચન વધશે ખાલી પેટે લઈ પાણી વધારે પીશોતો પેટ સારું કરશે. પ્રમાણ ૨ ગ્રામ થી ૧૦ ગ્રામ જે શરીરની પ્રકૃતિ અનુસાર અનુકૂળ હોય તે પ્રમાણે લઇ શકો છો. તે ૫૦૦ મી.ગ્રા ની ગોળીઓ સ્વરૂપે ૮૦ ગ્રામના જારમાં મળે છે. 


પ્રમાણ: આપના શરીરને પ્રકૃતિ અનુસાર ૩ ગ્રામ અથવા તેનાથી વધારે દિવસ દીઠ.

હરડેના ફાયદા:
  • હરડે જમવા સાથે લો તો પાચન કરાવે.
  • વહેલી સવારે કે મોડા રાતે સૂતી વખતે લો તો રેચક છે. પેટ ખુલાસા બંધ આવે.
  • ક્યારે પણ લઇ શકાય
  • જેમ વધારે લેશો તેમાં રહેલું ટેનિન તમારા સ્નાયુઓ તથા શરીરની માસ પેશીઓને મજબૂત કરશે જેથી નાના મોટા કોઈ ચેપથી તમો બચી શકશો.
  • પાચન સુધારી વાયુને સવળો કરે છે. તેમજ તેનો નાશ કરે છે. 
  • જીવન ઔષધ તરીકે આખું જીવન લઈએ તો પણ કોઈ આડ અસર નથી.
  • અનુભવી વૈધો ના પ્રયોગોના પરિણામ રૂપે: હરડે ચોમાસામાં સિંધવ સાથે, શિયાળાની ઋતુમાં સાકાર સાથે, હેમંત ઋતુમાં ગોળ સાથે / ગંઠોડા સાથે, શિશિર / વસંત ઋતુમાં મધ સાથે લેવી વધુ લાભપ્રદ છે.


હરડે, બહેડા અને આમળા એટલે ત્રિફળા. આપને ત્રિફળાનું સેવન કરવું હોયતો ત્રણેય ગોળીઓ આપની શરીરની પ્રકૃતિ અનુસાર તમો લઇ શકો છો.    

Post Top Ad

Your Ad Spot

Pages