આમળા આપણા દેશમાં ઘણુંજ વપરાતું ફળ છે. જે ફળ તરીકે તથા ઔષધ તરીકે તેમજ રસોઈ ઘર માં શાકભાજી તરીકે ઘણુંજ પ્રખ્યાત છે. આમળા વિટામીન C થી ભરપૂર છે. તેમાં ખાટો- થોડો તૂરો તથા થોડોક કડવો સ્વાદ છે. શરીર ને સુચારૂ રૂપ થી કાર્યરત રાખવા માટે વિટામિન C મહત્વનો ભાગ ભજવે છે. શરીર માં પાચન પણ સુધારે છે, તથા શરીરમાં ખનીજ તત્વો-વિટામિનો (ખોરાકમાં લીધેલા) તે પચાવવાનું કામ કરે છે. આયુર્વેદ માં તો આમળા ને રસાયણ ગણેલ છે. (રસાયણ એટલે શરીરમાં પરિવર્તન કરનાર) આમળા આખા ખાવા કે પાવડર ની ફાકી મારવી એ તેના ખાટા-તુરા સ્વાદના કારણે ઘણુંજ મુશ્કેલ હોય છે. તેને સાનુકૂળ કરવા અમોએ તેની 500 મિલીગ્રામ ની ગોળી (ટેબ્લેટ) ના સ્વરૂપે બાઝારમાં લાવ્યા છીએ. જે શુદ્ધ છે, અને અનુકૂળ છે. તે ૫૦૦ મી.ગ્રા ની ગોળીઓ સ્વરૂપે ૮૦ ગ્રામના જારમાં મળે છે.